आंचलिक साहित्य

यहाँ पर आंचलिक साहित्य की रचनाओं को लिखा जा सकता है |

ચર્ચા ( કથા )



" શાળા માં એક ચર્ચા સાંભળી ! " લલિતા એ પૂછયું
બધી બેનપણીઓ ના કાન ઉભા થઇ ગયા . એક એ પૂછ્યું શું થયું ? શાની ચર્ચા !
લલિતાએ બધાની ઉત્સુકતા જોઈ કહ્યું , " આપણા પ્રાધ્યાપક શાળા છોડી ને જવાના છે . તેઓ એ રાજીનામુ આપી દીધું છે .
" પણ કેમ ? આમ ઓચિંતું ! " એક એ સવાલ પૂછ્યો
આખી શાળા માં આ ચર્ચા નું વિષય હતું . પણ કારણ કોઈ ને ખબર ના હતી . શાળા માં ઘpaણા વિદ્યાર્થીઓ ભણતા . બધાને ખબર હતી કે પ્રાધ્યાપક સર ને વિદ્યાર્થીઓ થી ખુબ પ્રેમ હતો . પણ આ રાજીનામાં ની વાત કોઈ ના પણ ગળે ના ઉતરી . બધાંજ ઉદાસ થયા .એક તરફ ખેલ કૂદ ની હરિફાયઈ નજીક હતી અને ઘણાંજ વિદ્યાર્થી એમાં ભાગ લેવા માટે ઉત્સાહિત હતા . પણ સર ના રાજીનામાં ની ચર્ચા એ એમના મનોબળ ને ભાંગી દીધા .
વિદ્યાર્થીઓ માં એક કેશવ કરીને દસમી કક્ષા નો વિદ્યાર્થી હતો . એ ખુબજ હોશિયાર હતો . શાળા ની અનેકો હરિફાયઈ માં પ્રથમ આવતો . પ્રાધ્યાપક સર નો ચહીતો , બધાં વિદ્યાર્થીઓ એ એની સામે આ વાત રાખી કે સર ને પૂછ તો ખરી શું થયું છે . કેશવ ખુબજ સમજુ હતો , તેણે બધાંને કહ્યું," જુવો , આપણા સર ક્યાંય જવાના નથી , નકામી ચર્ચા માં સમય બરબાદ ના કરો . અને જો તેઓ જવાના પણ હશે તો એ ના શોભે કે આપણે જઈને એમણે પુછીયે . તેઓ આપણા વડીલ છે . આપણે આપણું કર્તવ્ય કરીયે . જે હશે એ સામે આવીજ જાશે. વિદ્યાર્થીઓ માં કોલાહલ હતો , પણ સમય રહેતા બધાંને લાગ્યું કે કેશવ સત્ય કહી રહ્યો હતો . ચર્ચાઓ માં ભાગ લેવું એ પણ પંચાયતી ચર્ચાઓ માં એ વિદ્યાર્થી નું કામ નહિ . બધાંજ પોત પોતાના કામે લાગી ગયા . હરીફાઈ નો દિવસ આવ્યો ને પ્રાધ્યાપક સર એ ઇનામ નું વિતરણ કર્યું અને પછી તેઓ માઈક પાર વિદ્યાર્થીઓને સંભોધન કર્યું , " મારા પ્રિય બાળકો , મને ખબર છે કે તમે બધાં આ જાણવા માંગો છો કે હું ક્યાં જાઉં છું અને કેમ ? મને હર્ષ છે કે ઘણી ચર્ચા થઇ , તમે બધાં વિચલિત પણ થયા પણ સમય રહેતા તમે એક બીજાને સાંભળી લીધા અને પોત પોતાના કામ માં લાગી ગયા .મૈં જાણી જોઈને આ અફવાહ ફેલાવી હતી હૂં જાણવા માંગતો હતો કે તમો બધાં મને કેટલા ચાહો છો . હૂં ખુબ ખુશ છું કે તમો બધાંજ મને ખુબ પ્રેમ કરો છો . તમને ખબર છે કે મને ખોટી ચર્ચાઓ નથી ગમતી , અને મારી માટે મારો કર્તવ્ય પેહલા છે . તમો બધાયે મળીને એ સાબિત કર્યું કે તમો મારા સાચ્ચા વિદ્યાર્થી છો અને આ વાત માટે હૂં કેશવ ને અભિનંદન આપવા માંગુ છું કે એણે તમો બધાંને સમય રહેતા સાંચવી લીધા ."
વિદ્યાર્થીઓ માં હર્ષ ફૈલાયી ગયો . આજે એમના સર એ જે ઇનામ આપ્યો હતો એ અનમોલ હતો

મૌલિક એવમ અપ્રકાશિત

 

  • up

    Madanlal Shrimali

    કથા સારી બની છે. જો આના પર મહેનત કરી આને ટૂંકી બનાવો તૌ એક સરસ લઘુકથા બની શકે. વિદ્યાર્થી કાળ મા જ જો તેમને પોતાના કર્તવ્ય નું પાલન તેમજ ખોટી ચર્ચા માં ન ઉતરવાના પાઠ ભણlવામાં આવે તૌ એ વિદ્યાર્થીઓ ના જીવન ને સુખરૂપ બનાવી શકે.
    1