यहाँ पर आंचलिक साहित्य की रचनाओं को लिखा जा सकता है |
ઘરે મહેમાન ઘણાં હતા , એ વચ્ચે એક આગંતુક આવ્યો એને જોઈને બા એક્દુમ આશ્ચર્યચકિત થયા . બંને ની આંખો મળી , પણ બને ખામોશ રહ્યા . સોનાલી ના પપ્પા એ પણ એ આગંતુક ને જોઈ લીધેલા પણ એ પણ કશું ના બોલ્યા , તેઓએ પોતાની માં સામે જોયું , એમની આંખોં માં પાણી જોઈ ને થોડા દુઃખી થયા . પણ સંયમ રાખવા શિવાય કોઈ અન્ય ઉપાય ના હતો . ધીરે ધીરે એક એક કરીને મહેમાન વિદા થયા . આજે સોનાલી ની જન્મદિવસ ની ઉજવણી હતી . એ ખુબજ ખુશ હતી . ઉત્સાહ માં એને એના પપ્પા ને કહ્યું , " પપ્પા , આ જન્મદિવસ મને કાયમ યાદ રહેશે . તમે બહુજ સારા છો . મમ્મી પપ્પા આઈ લવ યુ ."
એ દૌડી ને એક ફોટો પાસે ગયી , એ ફોટા માં જે હતા તેઓ ને સંભોધન કરી એણે કહ્યું , " દાદાજી , આજે તમને ખુબજ મિસ કર્યાં. તમે ક્યાં છો ? કેમ રીસાયી ગયા છો ? તમને તો મૈં જોયા પણ નથી ."
એનું ધ્યાન ન હતું કે ઘર ના એક કોણા માં એક આગંતુક એની દર ક્રિયા જોઈ રહ્યા હતા . એમની આંખોં આ બધું જોઈને હરખ પામી રહ્યી હતી .
સોનાલી એ પોતાની દાદી ને સામે જોયું અને પૂછ્યું , " દાદી ,દાદાજી ભગવાન ના ઘેર કેમ ચાલ્યા ગયા ?"
આગંતુક આ સાંભળતાની સાથેજ ઘર થી બહાર નીકળી ગયા .
મૌલિક એવમ અપ્રકાશિત
KALPANA BHATT ('रौनक़')
aap sahu pathako ne abhinandan karu choon ane aap sarve no khub khub abhaar
Aug 29, 2017