आंचलिक साहित्य

यहाँ पर आंचलिक साहित्य की रचनाओं को लिखा जा सकता है |

અતીત અને વર્તમાન (લઘુકથા)


"અરે વીરુ ! આ બેન આવ્યા છે, આમનું પેકેટ પેલાં કબાટ માં રાખેલ છે, જરા કાઢીને લયી આઓ." શેઠજી બોલ્યા.
"જી શેઠજી! " વીરુ આટલું કહીને શેઠજીએ બતાવેલ કબાટ તરફ રૂખ કર્યું. ત્યાં જવા પેહલા એનું ધ્યાન દુકાન માં આવેલ એ બેન પાર ગયું જે એના શેઠજી પાસે બૈઠી હતી. એને જોઈને વીરુ ને લાગ્યું કે આ બેન ને તો ક્યાંક જોયા છે. પણ ક્યાં? વિચાર કરતા કરતા એ પેલાં કબાટ પાસે પહુંચી ગયો,એણે કબાટ ખોલ્યો lસામે એક લાલ ચૂંદડી ને ભરત વાળી સાડી જોઈ એ ચોંકી ગયો.
"અલ્યા વીરુ! ક્યાં રહી ગયો? ઝટ આઓ, બીજા ગ્રાહક પણ આવી રહ્યા છે.
વીરુ સાડી લયી ને આવ્યો, એ બેનનું ધ્યાન આ વીરુ પર પડ્યું. એ બોલી ઉઠી, " અલ્યા વીરુ આ તું છો? તું તો કેહતો હતો..."
વીરુ થોડો હેબતાઈ ગયો, એણે આ બેન તરફ જોયું અને એમને ચૂપ રહેવાનું ઈશારો કર્યો. શેઠજી આ બંને ની વાત સમજી ના શક્યા અને એમણે પૂછ્યું," તમે વીરુ ને ઓઢખો છો?"
"હા!" હું વીરુ ને ઓળખું છૂં| આ મારા ગામ નો છે....."
લાલ ચૂંદડી ની સાડી એની સામે હતી,પણ એની સામે તો પેલું પીપલ નું ઝાડ હતું, એની નીચે એક ઓટલો, સામે દૂર તલક ઝાડ અને બીજું કાઈંજ નહીં. એ એના પ્રેમી સાથે બૈઠી હતી," વીરુ! આમ સંતાઈ ને ક્યાં સુધી મળશું? તું કશું કરતો નથી? હમણાં તો મોટા બેન ને જોવા લોકોં આવી રહ્યા છે , એ પરણી જાયે પછી મારો વારો..." આ કેહતા સાથે એના આંખતી અશ્રુ વહેવા લાગ્યા.
'જ્યોતિ! તું રડ નહિ, હૂં શહેર જાયી ને કામ કરીશ અને તને જલ્દી લહી જાઈશ .તું ચિંતા ના કર..."
આ વાત ને લગભગ ૧૦ વરસ વીતી ગયા. આજે વીરુ ને દુકાન માં કામ કરતા જોઈને જ્યોતિ ભાવ વિભોર થઇ ગયી. પણ આગળ એ કાંઈજ બોલી ન શકી.
શેઠજી એ એની તંદ્રા ભંગ કરી જયારે એ બોલ્યા," આ લ્યો જ્યોતિ બેન! તમારી ચૂંદડી, તૈયાર છે, મને તમારા લગન માં બોલાવશો ને? " આ કેહતાંજ શેઠજી હંસી પડ્યા.
"તમારા લગન...?" વીરુ એ પેલાં બેનને પૂછવા ની ઈચ્છા થયી , પણ એ ત્યાં થી ચાલ્યો ગયો.
જ્યોતિ એ બિલ ભર્યું અને એ સાડી લયી ને દુકાન થી બાહર આવી. પાછળ થી વીરુ પણ દોડતો આવ્યો," આ તમારું મોબાઈલ, તમે દુકાન માં ભૂલી ગયા હતાં."
"વીરુ!..." જ્યોતિ બોલી ..
" તું હવે લગન કરીશ! તો શું હમણાં સુધી....?"
"તારી રાહ જોતી હતી." જ્યોતિ એ જવાબ આપ્યો.
"ઓહ..." આ કેહતા સાથે વીરુ દુકાન તરફ વળી ગયો.
"વીરુ, તું મને છોડીને કેમ ચાલ્યો આવ્યો....?"
"હું પરણેલો હતો...."
"તો શું... તે મને દગો આપ્યો....?"
" શું સાચેજ .."
વીરુ ચાલ્યો ગયો. પણ આ લાલ ચૂંદડી માં જ્યોતિ ને પોતાનું અતીત, વીરુ એ દીધેલ સપના દેખાઈ રહ્યા હતા પણ એ એક ગાડી તરફ ગયી. ગાડી માં થી એક પુરુષ ઉતર્યો અને એણે જ્યોતિ ને બાહુપાશ માં લયી લીધી.
અતીત અને વર્તમાન માં ઝૂલતી જ્યોતિ ........

મૌલિક અને અપ્રકાશિત